રાજકોટના જેતપુરમાં (Jetpur) બે જુના જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત(Death)થયા છે. જેમાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે.જેમાં જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં સ્થાનિકો તેમજ નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. આ દુર્ઘટનામાં હજુ પણ ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.