રાજકોટના ગોંડલમાં આવેલા રાજાશાહી સમયના બે બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશ અને ત્યારબાદ કલેક્ટરના જાહેરનામા બાદ બંને બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ બંને બ્રિજની હાલત જર્જરિત હોવાને કારણે અને કોઈ અકસ્માત કે દુર્ઘટના ન ઘટે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરના જાહેરનામા બાદ નગરપાલિકાએ બ્રિજની બંને તરફ લોખંડની ગડર લગાવી છે. બીજી તરફ ભારે વાહનો માટે સુરેશ્વર ચોકડી તરફ જતા માર્ગનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગ કરવા જણાવાયું છે.