ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સ્પામ કોલ સામે લાલ આંખ. સ્પામ કોલથી પરેશાન ગ્રાહકો માટે નવા નિયમો કર્યા જાહેર. સ્પામ કોલમાં ગ્રાહકની ફરિયાદ વિના જ લેવાશે પગલાં. 2 વખતથી વધુ નિયમોનો ભંગ કરનારનો નંબર એક વર્ષ સુધી કરાશે બંધ. આ નિર્ણયથી ગ્રાહકોને સ્પામ કોલથી છુટકારો મળશે. TRAIના નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીઓની AI આધારિત સિસ્ટમ કોઈ કોલરને શંકાસ્પદ સ્પામર તરીકે ઓળખી કાઢે તો ગ્રાહકની ફરિયાદ વિના જ તેની સામે કાર્યવાહી કરી શકશે. સ્પામ કોલ મુદ્દે બે વખત નિયમોનો ભંગ થશે તો એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ ડિસકનેક્ટ કરાશે.હવે ટેલિકોમ કંપનીઓએ તેમની AI આધારિત સિસ્ટમ કોઈ નંબરથી આવતા કોલને શંકાસ્પદ સ્પામ તરીકે ફ્લેગ કરે તો તુરંત કાર્યવાહી કરવાની રહેશે. સ્પામ કોલ અંગે પહેલી ભૂલ પર 15 દિવસ સુધી આઉટગોઈંગ બંધ રહેશે અને બીજી વખત નિયમોનો ભંગ કરવામાં આવતા એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ ડિસકનેક્ટ કરાશે. જોકે, આવી વ્યક્તિને એક ફોન નંબર રાખવાની મંજૂરી અપાશે, જેની સામાન્ય આઉટગોઈંગ સેવા બંધ રહેશે. નવા નિયમો તબક્કાવાર લાગુ કરાશે,