ચીનમાં રજાઓ બાદ લોકો શહેરોમાં પરત ફરતાં અદ્ભુત દૃશ્ય સર્જાયું. બેઇજિંગ-હોંગકોંગ-મકાઉ એક્સપ્રેસવે (G4) પર 50 લેનનો મેગાજેમ લાગ્યો, જ્યાં હજારો વાહનો એક જ સમયે અટકી ગયા. આશરે 750 મિલિયન લોકો એટલે કે ચીનની અડધી વસ્તી જેટલા લોકો શહેરોમાં પાછા ફરતાં, ટ્રાફિકનું જબરદસ્ત દૃશ્ય જોવા મળ્યું. ડ્રોન ફૂટેજમાં માઇલો સુધી ફેલાયેલા વાહનોની લાઇનોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.