સોનું ન ખરીદવાની વડાપ્રધાનની અપીલ પર વેપારીઓની પ્રતિક્રિયા. રાજકોટના સોનાના વેપારીઓએ વડાપ્રધાનની અપીલને આવકારી. ધંધા પર અસર વચ્ચે પણ દેશના હિત માટે સારી અપીલ ગણાવી. આ અપીલનો અમલ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરશે તેમ વેપારીઓનું કહેવું છે. વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક પરિસ્થિતિના કારણે પહેલાથી જ સોનાનો ધંધો ૧૦ થી ૧૫ ટકા રહ્યો છે. વર્ષ ૧૯૬૩માં નાણામંત્રી મોરારજી દેસાઇએ સુર્વણ ધારો લાગુ કર્યો હતો. પરંતું તે સમયે વિદેશમાંથી દાણચોરી તરીને લોકો સોનાની ખરીદી કરતાં હતા. જો કે લોકો આ અપીલને સ્વિકારે તો ધંધાને અસર થશે પરંતુ દેશના હિત માટે સારી વાત છે તેવું ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું