બનાસકાંઠાના થરાદમાં વગર ડ્રાઈવરે દોડ્યું ટ્રેક્ટર. તમને સાંભળીને કે જોઈને નવાઈ લાગશે પણ થરાદના રાહ ગામે આવી જ ઘટના બની. અહીં ઉભેલા એક ટ્રેકટરને અન્ય ટ્રેક્ટરે ટક્કર મારી. અને ટ્રેક્ટરની ટક્કર વાગતા જ ડ્રાઈવર વગર દોડવા માંડ્યું ટ્રેક્ટર. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે આગળ ટ્રેક્ટર અને પાછળ લોકો દોડી રહ્યા છે. દોડતા ટ્રેકટરને રોકવા લોકોનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં તો બેકાબૂ ટ્રેકટર નજીકના શોપિંગ સેન્ટરમાં ઘૂસી ગયું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા નથી.