દ્વારકાના તોફાની દરિયામાં ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓ જીવના જોખમે સ્નાન કરતા નજરે પડ્યા છે. ખાસ કરીને સંગમ નારાયણ મંદિરથી ગાયત્રી મંદિર વચ્ચેનો દરિયાકાંઠો પ્રવાસીઓથી ભરી ગયો હતો. તંત્રે સખત ચેતવણી આપ્યા છતાં પણ નાગરિકો દરિયાથી દૂર રહેવા તૈયાર નથી. હવે સવાલ એ છે કે જો દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?