અમરેલીના ખાંભા અને ગીર કાંઠાના ગામોમાં વરસાદ ખાબક્યો. પાછલા 5 દિવસથી અવિરત વરસાદ થતા નદી-નાળા અને ચેકડેમ ફરી છલકાયા. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા.