હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે.છેલ્લા 24 કલાકમાં હિમાચલમાં પાંચ જગ્યાએ વાદળ ફાટ્યા.વાદળ ફાટવાથી ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે.અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોત થયા.પૂરમાં 9થી વધુ લોકો તણાયા હતા.કાંગડામાં જળવિદ્યુત પરિયોજનાના 20 મજૂર અને કુલ્લૂમાં ત્રણ લોકો ગુમ થયા.મણિકરણ ખીણના બ્રહ્મગંગામાં પૂરના કારણે 12થી વધુ વાહનો તણાઈ ગયા.