આજે "પોષી પૂનમ"નો રૂડો અવસર એટલે મા અંબાનો પ્રાગટ્યોત્સવ. ત્યારે આજે વહેલી સવારથી જ અંબાજી ધામમાં શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ ઉમટી પડી છે. પોષ માસની પૂર્ણિમા. એ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. તો સાથે જ. આજે ગુપ્ત નવરાત્રી એવી "શાકંભરી નવરાત્રી"ની પૂર્ણાહુતિ પણ થતી હોય છે. ત્યારે વહેલી સવારથી જ. પ્રથમ શક્તિપીઠ એવા અંબાજી ધામમાં. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. અને માતાની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. પોષી પૂર્ણિમાએ અંબાજી ધામમાં. ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે. સૌ પ્રથમ ગબ્બર પરથી મા અંબાની જ્યોત લાવી. તેને અંબાજી મંદિરમાં સ્થાપિત જ્યોત સાથે એકરૂપ કરાય છે. અને ત્યારબાદ તે જ્યોતને સાથે રાખી. ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાતું હોય છે. માતા અંબાની ચલિત પ્રતિમાને હાથી પર સવારી કરાવી. નગર પરિભ્રમણ કરાવાય છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો. આ શોભાયાત્રામાં જોડાયા છે. વિવિધ વેશભૂષા અને ઝાંખીઓ પણ આ શોભાયાત્રામાં જોવા મળી. માના પ્રાગટ્ય દિવસને લઈ. ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. કેટલાંક ભાવિકો એવા છે કે જે દરેક કામ પડતાં મુકીને પણ... પોષી પૂનમે. મા અંબાના સાનિધ્યે પહોંચતા હોય છે.