છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં પણ વાઘની એન્ટ્રી થઈ. વન વિભાગે વાઘની એન્ટ્રીની વાતને સમર્થન આપ્યું. દાહોદ-છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘે ધામા નાંખ્યા. રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટાઉદેપુર સુધી પહોંચ્યો. વાઘના પગના નિશાન આધારે વન વિભાગે આ દાવો કર્યો.