સ્ટંટ કરી રીલ બનાવવાનો શોખ ક્યારેક ભારે પડી શકે છે. કંઇક આવું જ બન્યું આ કારચાલક સાથે. જુઓ આ દ્રશ્યો એક યુવક ઉબડ ખાબડ રસ્તા પર ગાડી લઇને આવે છે. પરંતુ થોડી આગળ વધતા જ બરફ પર તેની કાર લપસી પડે છે. કારચાલક બરફની ઉપર પડે છે અને તેની કાર ખીણમાં ખાબકે છે. આ દરમિયાન અન્ય એક શખ્સ પણ અકસ્માતની ઝપેટમાં આવે છે. જો કે થોડા નીચે પડ્યા બાદ તે પહાડી પર જ અટકી જાય છે. જેથી તેનો જીવ બચી જાય છે.