રાજ્યમાં ભારે વરસાદના કારણે તાપી નદીના રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. જેના પગલે નાવડી ઓવારા પર આવેલા મંદિરમાં 3 લોકો ફસાયા હતા. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાતથી મંદિરમાં પૂજારી સહિત અન્ય બે લોકો ફસાયા હતા. મંદિરમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.