અમદાવાદ શહેરના પ્રમુખ સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો.અને તમામ લોકોની ચિંતા વધી ગઇ.સુરક્ષા એજન્સીઓએ તત્કાળ મોરચો સંભાળ્યો.અને તમામ સ્કૂલમાં તપાસ શરૂ કરાઇ.વિદ્યાર્થીઓની સુરક્ષાનો સવાલ હતો.જેથી તત્કાલ તમામ સ્કૂલોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી.અને તપાસ શરૂ કરવામાં આવી અમદાવાદની 12 સ્કૂલને ધમકી મળી હતી.જો કે અન્ય સ્કૂલોએ પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા.બપોર બાદ વિદ્યાર્થીઓને છોડી દીધા હતા.તમામ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાયું.જો કે સુરક્ષા એજન્સીઓને કોઇ વાંધાજનક વસ્તુ મળી નથી.જેથી સુરક્ષા એજન્સીઓએ પણ હાશકારો અનુભવ્યો છે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે 8:33 વાગ્યે આવ્યો હતો. તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટારગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઈમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હતા.ઈમેલના વિષયમાં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે. લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો.હવે તપાસ એજન્સીઓ આ ધમકી ભર્યા ઇમેલ પાછળ કોણ છે તેની તપાસ કરી રહી છે.