આ વખતે કડાકા ભડાકા સાથે પધરામણી કરશે મેઘરાજા. 20થી 28 જૂન સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતાઓ. જૂન માસમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાની શક્યતાઓ. વધુ પડતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ચોમાસા પર થઈ શકે અસર..આ વખતે ભારે પવન સાથે વરસાદ આવવાની શક્યતા..અનેક જગ્યાએ ચક્રવાત, ધૂળના વંટોળ આવવાની પણ આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા પહેલા 7થી 10 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી. તો 16 જૂનથી રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરી. સાથે રાજ્યમાં 20થી 28 જૂન સુધીમાં સારો વરસાદ થવાની પણ આગાહી કરી. આ વખતે વરસાદ સાથે પવન અને ધૂળના વંટોળ રહેવાની આગાહી કરી.