સુરત - અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો, સુરતના એક મુસાફર આજ ફ્લાઈટમાં લંડન થી અમદાવાદ આવ્યા હતા, એર ઈન્ડિયા AI - 172 ફ્લાઈટમાં 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા ,સુરતના હિનાબેન કાલરીયા એરપોર્ટ ઉતર્યાને દોઢ જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થયું,હીનાબેન દ્વારા ફ્લાઈટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું ,લંડન થી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું AC બંધ હતું,પ્લેન ની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા ,એર હોસ્ટેસ ને રજૂઆત કરી તો તેમણે મોબાઇલ અપડેટ કરવા કહ્યું ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું ,પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો ,ઈજિપ્ત ની ફ્લાઇટ માં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો