મુરાદાબાદમાં ચોરોએ ચોરીને એવો અંજામ આપ્યો કે, સુરક્ષા તંત્ર પણ ચકિત રહી ગયું. બુરખો પહેરીને આખું ATM જ ઉખાડી લઈ જવાની હિંમત કરી નાખી. સૌ પ્રથમ વીડિયો જુઓ. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે જ્યાં ચોરોએ આખું ATM જ ઉખાડી લઈ જવાનું સાહસ કર્યું. PNB બેંકના ATMમાં બુરખો પહેરીને આવેલા તસ્કરોએ ગણતરીની જ મિનિટોમાં દોરડાથી ATMને બાંધી ઉખાડી નાખ્યું અને કારમાં મુકી ફરાર થઈ ગયા. CCTVમાં કેદ આ ઘટના વાયરલ થતાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને પાંચ આરોપીઓને પકડી પાડ્યા. જેમાંથી બે આરોપી પોલીસની એન્કાઉન્ટર કાર્યવાહી દરમિયાન ઘાયલ થયા. આ હાઈટેક ચોરીએ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તો મેટ્રો સિટીથી લઈ ઈન્ડસ્ટ્રીયલ ટાઉન સુધી. હવે ચોરોની હિંમત એટલી વધી ગઈ છે કે, એ લોકો માટે સુરક્ષા શબ્દ માત્ર એક મજાક બની ગયો છે.