નવરાત્રી રમવા માટે થનગની રહેલા યુવાનો માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. અને બજારમાં ખરીદી માટે યુવાનોની પડાપડી થઈ રહી છે ત્યારે હવામાનને લઈને સમાચાર ખૈલયાઓ માટે સારા નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ બંગાળની ખાડી પર એર સાયકલોનિક સિસ્ટમ બનતા વરસાદ વરસવાની પુરેપુરી સંભાવના વ્યકત કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે.જ્યારે આગામી 48 કલાક કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું પણ અનુમાન.ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો દેધનાધન ઇનિંગ ખેલી શકે છે.સૌરાષ્ટ્રમાં પણ છુટાછવાયા સ્થળે હળવા વરસાદ.વરસાદના પગલે નવરાત્રિમાં ખેલૈયાની મજા બગડી શકે છે.