નહીં મળે આગ ઝરતી ગરમીથી રાહત 40થી 42 ડિગ્રી સુધી જઈ શકે તાપમાનનો પારો નહીં મળે આગ ઝરતી ગરમીથી રાહત, આગામી 48 કલાક અનુભવાશે ગરમીનો પ્રકોપ, 40થી 42 ડિગ્રી સુધી જઈ શકે તાપમાનનો પારો, 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, હવામાન વિભાગે કરી આગાહી, બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા. બીજી તરફ હવામાન વિભાગે ભરઉનાળે માવઠાની પણ આગાહી કરી છે.હવામાન વિભાગના મત મૂજબ 19 અને 20 એપ્રિલે ગુજરાતમાં માવઠું વરસી શકે છે, જેને લઈને ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે હવે જોઈએ કે 19 અને 20 એપ્રિલ દરમિયાન કયા કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે.