હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વર્ષે ચોમાસામાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને જૂન મહિનામાં અલ નીનોની સીધી અસરના કારણે વરસાદનું પ્રમાણ ૯૦ ટકાની આસપાસ જ રહેશે. અને દેશના અનેક રાજ્યોમાં હીટવેવ તેમજ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. બીજી તરફ, ગુજરાતમાં ૩૦ મેથી ૪ જૂન સુધી વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ૪૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદના એંધાણ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૩૧ મે અને ૧ જૂને વરસાદનું જોર સૌથી વધુ રહેશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. જ્યારે ૨ અને ૪ જૂનના રોજ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ યથાવત રહેશે. આવતીકાલના રોજ ગીરસોમનાથ સહિત ઉત્તરા ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 31મેના રોજતી વરસાદનું જોર વધશે. અને પહેલી જૂને ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.