સુરતના સારોલીમાં 2 સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં સાડી ભરેલા ટેમ્પોની ચોરીની ઘટના સામે આવી. ચોંકાવનારી વાત તો એ છે કે સિક્યુરિટી ગાર્ડની સામે તસ્કર ટેમ્પો લઈ ફરાર થઈ ગયો અને. સિક્યુરિટી ગાર્ડ જોતો રહે છે. ટેમ્પો માલીકે પોલીસ ફરિયાદ નોંધાવી યોગ્ય તપાસની માગ કરી છે. સાથે જ ટેમ્પો માલિકે માર્કેટની જ જવાબદારી ગણાવી. કારણ કે પાર્કિંગના પૈસા ચૂકવ્યા બાદ પણ ચોરીની ઘટના બની.