સુરતના પાલ વિસ્તારમાંથી ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.જેમાં કુરિયર કંપનીમાં કામ કરનાર કર્મચારીએ જ પોતાની કંપનીમાં રહેલી 2.50 લાખ રૂપિયાની રોકડની ચોરી હતી. જોકે, પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીને દબોચી લીધો હતો.ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.