સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી છે. જૈન દેરાસરમાં રાત્રીના સમયે બે શખ્સોએ પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ દેરાસરની નકશીકામ કરેલી માર્બલની જાળી તોડીને પરિસરમાં પ્રવેશ કર્યો હતો.અને પછી દાનપેટી અને ભગવાનની મૂર્તિ પર રહેલા આભૂષણની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં બે શખ્સ ચોરી કરતા નજરે પડે છે. બે દાનપેટી અને મૂર્તિ પર રહેલા ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કર ફરાર થયા હતા. ચોરીની ઘટના બાદ પોલીસ સ્થળ પર તપાસ કરી હતી અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા છે.