લાચાર બન્યો જગતનો તાત, લાચાર સ્થિતિમાં ખેડૂત,વહેતી મગફળી બચાવવાનો પ્રયાસ કેટલી આશા અપેક્ષા સાથે ખેડૂતો પાક ઉગાડ્યો.. તેની લણણી કરી, અને હવે સારા ભાવની આશાએ તેને માર્કેટયાર્ડમાં લાવ્યો.. અને ત્યાં જ વરસાદ વેરી બન્યો.. એવો વેરી બન્યો કે, તેના મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો.. કાળજું કંપી ઉઠે તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે.. ઘટના આમ તો 15 તારીખની છે. જો કે, આ વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.. મહારાષ્ટ્રના વાસિમના આ દ્રશ્યો છે.. મનેરા માર્કેટયાર્ડમાં ખેડૂત મગફળીનો પાક વેચવા આવ્યો હતો.. પરંતુ વરસાદ એવો પડ્યો કે, તે મગફળીને સલામત ખસેડી જ ન શક્યો.. ધોધમાર વરસાદ વચ્ચે જાણે કે, પોતાના સંતાનને વહી જતાં બચાવતો હોય, તેમ તેણે મગફળી પકડી રાખવાનો પ્રયાસ કર્યો.. રડતાં રહ્યો.. આજીજી કરતો રહ્યો.. ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો કે, આમ મહેનત પાણીમાં ન વહાવી દો.. પરંતુ ખેડૂતના એક પણ પ્રયાસ કામ ન લાગ્યા.. મગફળી તેના હાથમાંથી.. તે સ્થળ પરથી વરસાદના પાણી સાથે વહી ગઈ.. માત્ર 40 સેકન્ડનો વીડિયો.. પરંતુ 40 સેકન્ડમાં અનેક મહિનાઓની મહેનત પર કેવી રીતે પાણી ફરી વળ્યું, તે જોઈને ગમે તેની આંખો ભીની થઈ જાય.. કુદરત સામે સૌ લાચાર.