નવરાત્રિના અંતિમ ત્રણ દિવસો બગાડ્યા બાદ મેઘરાજા હવે દિવાળીના તહેવારો બગાડે તેવા એંધાણ સર્જાયા છે.વરસાદી સિસ્ટમ એવી સક્રિય થઈ છે કે જેના કારણે તહેવાર તો બગડશે પરંતુ લોકોના સ્વાસ્થ્યને પણ ગંભીર અસરો થશે.એક તરફ રાત પડતા જ હવે ઠંડીના ચમકારાનો અહેસાસ થાય છે અને પરંતુ વરસાદી વાતાવરણના કારણે બેવડી ઋતુનો માર લોકોએ સહન કરવો પડી શકે છે. રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતિ વચ્ચે વાતાવરણ રહેશે સૂકું..17થી 19 ઓક્ટોબર વાતાવરણ સૂકું રહેવાની કરી આગાહી..આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદ..તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદનું અનુમાન..દમણ, દાદરા નગરહવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા.