છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.અને હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે.હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.જેના કારણે આગામી દિવસોમાં વરસાદ યથાવત્ રહેશે. ચોમાસું હાલ આગળ વધી રહ્યું નથી.છેલ્લા 10 દિવસથી ચોમાસું અટકી ગયું છે.જો કે આપણા રાજ્યમાં હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઇ ગઇ છે.હાલ એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઇ છે.જેના કારણે પ્રિ-મોન્સૂન વરસાદ હાલ જોવા મળી રહ્યો છે. આગામી 3 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન અને વરસાદની શક્યતા છે.અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદની શક્યતા છે.અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ શક્યતા છે.