ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રચંડ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે હવે થોડી રાહતના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે ગરમીની તીવ્રતા થોડી ઓછી અનુભવાશે, જોકે ઉકળાટમાં વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધતા લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે.