સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ.. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે.. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું. 21 નવેમ્બરે સૌથી ઠંડા શહેર સાથે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું. વડોદરામાં ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે અમદાવાદમાં 16.7 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું. રાજ્યમાં માંડ ઠંડીનો માહોલ જામ્યો હતો ત્યાં ફરી તાપમાનનો પારો ઊચકાતા ઠંડીનું જોર ઘટ્યું. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો. આગામી બે દિવસમાં હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી. ગુજરાતમાં થોડા સમય અગાઉ કમોસમી વરસાદ અને ધોધમાર માવઠાં વરસાવનાર સીસ્ટમ પણ બંગાળની ખાડી તરફથી આવી હતી. ત્યારે આ સીસ્ટમની રાજ્ય પર શું અસર થશે તે થોડા દિવસોમાં નક્કી થશે. હવામાન વિભાગ અનુસાર 24 નવેમ્બર આસપાસ તે ડિપ્રેસનમાં ફેરવાશે અને વધુ શક્તિશાળી બનીને તા.29 સુધીમાં પશ્ચિમ કે ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસમાં સવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્શિયસ જેટલો વધરો થશે.