રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત રહેવાની આગાહી. હવામાન વિભાગ પ્રમાણે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડીની અસર રહેશે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે.. તો રાત્રે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીની વધઘટ થઈ શકે. રાજ્યમાં ફરી એકવાર ઠંડા પવનોના કારણે ઠંડી અનુભવાઈ. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો થતાં. ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા. અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં 3થી લઈને 5થી ડિગ્રીનો વધારો નોંધાયો. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.7 ડિગ્રી નોંધાયું. ડીસામાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 18.4 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો. ભુજ 15.8 ડીગ્રી તેમજ પોરબંદર અને રાજકોટમાં 16.4 ડિગ્રીએ તાપમાનનો પારો નોંધાયો.