મહેસાણાનું કડા ગામનું એસ.ટી.બસ સ્ટોપ ફેરવાયું દુકાનમાં, ગેરકાયદે કબજો જમાવી બનાવ્યું પ્રસાદ ભંડાર અને પાર્લર, ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટની નોટિસ છતાં ન કર્યું ખાલી, દાનપેટી અને બસ સ્ટોપની જગ્યામાં ગેરકાયદે કબજો: ટ્રસ્ટી, છેલ્લા 2 વર્ષથી દુકાન બનાવી પાર્લર ચાલતું હોવાનો આક્ષેપ, યોગેશ પંડિત નામના શખ્સ પર કબજો કર્યાનો આક્ષેપ, એસ.ટી.બસ સ્ટોપને ખાલી કરાવવા મંદિરના ટ્રસ્ટીની માગ મહત્વનું છે કે, આજથી 20 વર્ષ પહેલાં ગુણવંત પંડિતે નામના દાતાએ સ્વખર્ચે બસ સ્ટોપ બનાવી. એસ.ટી.વિભાગને આપ્યું હતું.. તે પાછળનો હેતું હતો કે, સિદ્ધેશ્વરી માતાના મંદિરે આવતા ભક્તોને સુવિધા મળી રહે. પરંતુ, તેમાં હવે ગેરકાયદે કબજો જમાવી દેતા.. મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને ઉનાળામાં તડકામાં ઉભું રહેવું પડે છે.. તેને લઈ મંદિર ટ્ર્સ્ટીએ બસ સ્ટેન્ડ ખાલી કરાવવા માટે માગ કરી છે. ત્યારે જોવું રહ્યું કે, મહેસાણાનું વહીવટી તંત્ર ક્યારે ઉંઘમાંથી જાગે છે. અને બસ સ્ટેન્ડને મુસાફરો માટે ખાલી કરાવે છે.