ગણપતિના તહેવાર પહેલા સુરતીવાસીઓએ નવરાત્રિની ધૂમ મચાવી છે. 12થી15 કિલોના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ 750થી વધુ ખેલૈયાઓએ મોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી. બાળકોથી લઇને વડીલો ત્રણ કલાક સુધી નોન સ્ટોપ રાસ રમ્યા છે. ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.