ગીર સોમનાથમાં ખાપટ ગામે રહેણાક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સિંહ પરિવારે ધામા નાંખ્યા.બે સિંહણ અને 4 સિંહ બાળ સાથે આ પરિવાર ખાપટ ગામના વાડી વિસ્તારમાં રહેઠાણ કર્યું. પશુઓનો શિકાર કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગીર સોમનાથમાંથી અવારનવાર સિંહના વીડિયો સામે આવતા હોય છે.. ત્યારે ફરીવાર સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે. ઉનાના તપોવન આશ્રમ થી ઝુડવડલી રોડ પર સિંહ પરિવાર જોવા મળ્યો હતો. એક સિંહ, બે સિંહણ અને ચાર સિંહબાળ શિકારની શોધમાં લટાર મારતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે ઉના પંથક એશિયાટિક સિંહોના વસવાટ માટે જાણીતો છે. છેલ્લા 15 દિવસથી ઉનાથી 6 કિલોમીટર દૂર આવેલા તપોવન આશ્રમ વિસ્તારમાં સિંહ પરિવારના ધામા છે, જેના કારણે સાંજ પડતા જ સિંહદર્શન માટે લોકો ઉમટી પડે છે.