ટીવી નાઈનના અહેવાલની ધારદાર અસર.પાણીમાં ડૂબેલા રસ્તાથી ગ્રામજનોને મળ્યો છૂટકારો.વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામનો લોકો છેલ્લા બે મહિનાથી પરેશાન હતા.ભાટવરથી ડેડાવા ગામને જોડતા રસ્તો બે મહિનાથી ઘૂંટણસમા પાણીમાં ડૂબેલો હતો.પાણીનો નીકાલ ન થતા ગ્રામજનોની અવર-જવર મુશ્કેલ બની હતી.આ અંગે ટીવી નાઈનના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે.અને કલેક્ટરે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક પાણીના નિકાલ કરાવ્યો હતો.તંત્રએ રોડ પર નવી માટી નાંખીને.ગ્રામજનો રસ્તા પર પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરી છે. આપની ટીવી સ્ક્રીન પરના બે દ્રશ્યો.જેમાં અહેવાલ પહેલાની ગ્રામજનોની મુશ્કેલી દેખાઈ છે.ગ્રામજનો અને નાના બાળકો અવર-જવર કરવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતા હતા.પરંતુ ટીવીનાઈનના અહેવાલ બાદ તંત્રએ તાત્કાલિક પાણીનો નિકાલ કર્યો છે.રસ્તો ફરીથી ચાલવા યોગ્ય બનતા હવે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે