ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વાદળો વચ્ચે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.વરસાદી વાતાવરણમાં એકતાનગરમાં અદભૂત વાતાવરણ સર્જાયું છે.એવામાં નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડ્રોનના દ્રશ્યો મંત્રમુગ્ધ કરી દેશે.