આપણી પાસે મોંઘી કાર હોય તો આપણે સાચવીને રાખીએ પરંતુ નબીરાઓને આવી કોઈ પડી નથી હતો. તમે જોઈ રહ્યો છે તે વિઝ્યુઅલ સુરતના ડુમસના દરિયા કિનારાના છે જ્યાં પ્રતિબંધ હોવા છતાં નબીરા મોંઘીદાટ કાર લઈને ગયા હતા અને આ પછી કાર દરિયાની રેતીમાં ફસાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ પ્રશ્ન એ છે કે દરિયાકિનારે પેટ્રોલિંગની વાતો થાય છે તો તે ક્યાં છે ?