દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 8 દિવસ પહેલા જ થઈ ગયું. કેરળમાં ચોમાસાના શ્રીગણેશ થઈ ગયા છે. હવામાન વિભાગે પહેલા આગાહી કરી હતી કે 27 મેના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થશે. જો કે અરબ સાગરમાં જે સિસ્ટમ બની તેના કારણે ચોમાસાની એન્ટ્રી પહેલા જ થઇ ગઈ. 16 વર્ષ બાદ ચોમાસાએ તેના નક્કી સમય કરતા વહેલા પધરામણી કરી. હવે ધીમે ધીમે ચોસામું આગળ વધશે.