હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ભીષણ ગરમી પડવાની આગાહી કરી છે.. હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે.. ગરમીનું જોર વધતાં જ ચૂંટણીના મતદાન પર અસર દેખાશે. આગાહી કરાઈ છે કે, 26 એપ્રિલે મતદાનના દિવસે 40થી 43 ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો રહેશે. ગુજરાતમાં ગરમીનું જોર વધવાની અને હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી એક-બે દિવસ માટે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું યલો એલર્ટ જાહેર. આવનારા 7 દિવસ ગરમીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. 26 એપ્રિલે મતદાનના દિવસે 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેશે તાપમાન. પવનની દિશા બદલાતા ગરમી વધી.