ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે ઠંડીનું પ્રમાણ વધ્યું, રાત્રે ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચી ગયો હતો. એકાએક કડકડતી ઠંડીના પગલે પ્રવાસીઓ સહિત સ્થાનિકો ઠુંઠવાયા, સાપુતારા ખાતે છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત રાત્રીના સમયથી તાપમાનમાં વધુ ઘટાડો નોંધાતા ઠંડીના પ્રકોપથી બચવા લોકો તાપણી નો સહારો લીધો હતો. વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓ હોટલની બહાર ન નીકળતા જેના પગલે માર્ગો સુમસામ બની જવા પામ્યા હતા, જ્યારે સર્પગંગા તળાવનું પાણી પણ થીજી ગયું હોય એવું લાગી રહ્યું છે.