ગીર પંથકમાં સૌરાષ્ટ્રની શાન ગણાતા સવાજના રોડ પર આંટાફેરા સામાન્ય બની ગયા છે.ગીર-સોમનાથના કોડીનાર શહેર નજીક રોણાજ રોડ સ્ટેટ હાઈવે પર આંટાફેરા મારતા સિંહ કેમેરામાં કેદ થયા છે.8 સિંહ બાળ અને બે સિંહણ રોડ પર વિચરણ કરી રહી હતી.રસ્તા પર સિંહને જોતા વાહનચાલકોએ..કારના પૈંડા થંભાવી દીધા હતા.જો કે થોડીવાર પછી સિંહ પરિવાર ત્યાંથી ચાલતી પકડી હતી ગીર પંથકમાં ફરી એકવાર ડાલામથ્થાનો પરિવાર વિચરણ કરતો જોવા મળ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં કોડીનાર શહેર નજીક એક સ્ટેટ હાઈવે પર સાવજ પરિવારના દેખાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. કોડીનારના રોણાજ રોડ પર 8 સિંહબાળ અને બે સિંહણ સાથે ભટકતા નજરે પડ્યા હતા. જેને જોઈને વાહનચાલકોએ કાર અને બાઈક તાત્કાલિક અટકાવી દીધી હતી.