ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી વધી રહી છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 137.30 મીટર પર પહોંચી છે. સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર થઈ છે.નર્મદા ડેમના 10 ગેટ 2.5 મીટર સુધી ખોલીને.2 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.પાણી છોડાતા 27 ગામને એલર્ટ કરાયા છે.