ભારત પર અમેરિકાનો 50 ટકા ટેરિફ લાગૂ થતાં તેની સીધી અસર સુરતના હીરા, જ્વેલરી તેમજ ટેક્સટાઈલ માર્કેટ પર થશે. ટેક્સટાઈલ અને ડાયમંડના વેપારને નુકસાનની ભીતિ... સુરતના ટેક્સટાઈલ માર્કેટમાંથી મોટાપાયે રો-મટિરિયલની થાય છે નિકાસ. ટેરિફની સીધી અને સૌથી મોટી અસર સુરત પર થવાની શક્યતા છે. અને ડાયમંડ સહિત જ્વલરી ઉદ્યોગ પર પડી શકે છે સૌથી મોટો ફટકો.. એટલું જ નહીં ટેરિફના તાંડવમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પણ પ્રભાવિત થવાની પણ ભિતી છે. ટેરિફના ત્રાસને પગલે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકારોની નોકરીઓ પર તોડાયું છે સૌથી મોટું જોખમ.. નિષ્ણાતોનું માનવું છે કે દિવાળી બાદ ત્રણેય મહત્વના ઉદ્યોગો પર અસર વર્તાઇ શકે છે. મહત્વનું છે કે હીરાઉદ્યોગ પહેલાથી જ મંદીમાં સપડાયેલું છે અને 1 લાખ રત્નકલાકારો બેકાર બેઠા છે ત્યારે ટેરિફ બોંબ વધુ નોકરીનો ભોગ લઇ શકે છે.