વિશ્વમાં યુદ્ધની સ્થિતિની હીરા ઉદ્યોગ પર માઠી અસર, અસલી હીરાના ભાવમાં એક સપ્તાહમાં 10 ટકાનો ઘટાડો હીરાની ચમકથી ઝળહળતા સુરતમાં ફરી એકવાર વૈશ્વિક મંદીની અસર વર્તાઈ રહી છે. યુદ્ધ અને મંદીના માહોલ વચ્ચે. નાની સાઈઝના અસલી હીરાની માગ ઘટી છે. જેથી નેચરલ રફ ડાયમંડના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લેબ-ગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડ કરતાં 70 થી 80 ટકા ઓછા ભાવે મળતા હોવાથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો લેબગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે. એક તરફ વિશ્વમાં અસલી હીરાના માગ ઘટી છે. બીજી તરફ અચનાક ભાવમાં મોટો ઘટાડો થતા. વેપારીઓને બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે. વેપારીઓ ઊંચા ભાવે રફ હીરાની ખરીદી કરી પોલીશ કરે છે. પરંતુ જ્યારે બજારમાં હીરા વેચવા જાય છે. ત્યારે યોગ્ય ભાવ મળતા નથી. જેની સીધી અસર નાની સાઇઝના હીરા પર કામ કરતા રત્નકલાકારો પર થઈ રહી છે.ત્યારે માગ ઉઠી છે કે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ હીરાને લઈ ચોક્કસ પોલિસી બનાવવામાં આવે.જેથી સુરતમાં ફીકી પડી રહેલી હીરા ઉદ્યોગની ચમક પાછી લાવી શકાય.