Gujaratમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે હીટવેવની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને 10 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 10 મેના રોજ Kutch, Banaskantha, Surendranagar, Dwarka અને Porbandar જિલ્લામાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત Rajkot, Amreli, Gir Somnath, Vadodara, Surat અને Bhavnagar જિલ્લામાં પણ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. 11 અને 12 મે દરમિયાન પણ ગરમીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં હીટવેવની અસર વધુ જોવા મળી શકે છે. સાથે જ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, Ahmedabad, સુરત અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ લોકો ગરમીથી પરેશાન થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકોને વધુ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.