મહેસાણાના આકાશમાં આવતીકાલે. ભવ્ય ‘સૂર્યકિરણ’ એરોબેટિક એર શો થવા જઈ રહ્યો છે. ત્યારે તે પહેલા. આજે એરોબેટિક ટીમ દ્વારા તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં દિલધડક દ્રશ્યો જોવા મળ્યા. મહેસાણાના ઈતિહાસમાં પહેલી જ વખત. ‘સૂર્યકિરણ’ એરોબેટિક એર શો યોજાવા જઈ રહ્યો છે. સૂર્યકિરણ ટીમ. 9 ફાઈટર જેટ્સ સાથે એર શો પ્રસ્તૂત કરશે. અને તેના દ્વારા. આકાશમાં. તિરંગો લહેરાવશે. સૂર્યકિરણ ટીમ. એ સમગ્ર એશિયામાં. એક માત્ર એવી એરોબેટિક ટીમ છે કે જે. 9 ફાઈટર જેટ્સ સાથે રજૂઆત કરે છે. 6 થી 8 મહિનાની પ્રેક્ટિસ બાદ. પાયલોટ આ એર શો માટે સક્ષમ બને છે. તો. સૂર્યકિરણ ટીમ દ્વારા. અત્યાર સુધીમાં. 700થી પણ વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શો યોજાઈ ચુક્યા છે. આ એર શો પાછળનો મુખ્ય હેતુ. યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા. પ્રેરિત કરવાનો છે.