હવે વાત કરીએ ડાંગની. તો કુદરતી સૌદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, કુદરતી સૈન્દ્રય ને માણવા પ્રવાસીઓ ચોમાસાની આતુરતા થી રાહ જોતા હોય છે, કુદરતી સૌદર્ય ધરાવતા ડાંગ જિલ્લામાં ગીરમાળ ધોધ લોકોના આકર્ષણનું કેન્દ્ર, લીલીછમ વનરાઈ થી ઘેરાયેલા ગીરા નદી પર આવેલ ગીરમાળ ધોધ નો અદભુત આકાશી નજારો, ગીરા નદી ઉપર અંદાજે 100 મીટર ના ઊંચાઈ થી પડતો ગીરમાળ ધોધ પ્રવાસીઓ માટે યાદગાર સંભારણું, ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા વનરાજીએ લીલી ચાદર ઓઢી છે. ગુજરાતમાં આવેલા મોટા ભાગના ધોધ સક્રિય થયા છે. ત્યારે ડાંગનો ગિરમાળ ધોધ સોળે કળાએ ખીલતાં રમણીય નજારો સામે આવ્યો છે. આશરે 200 ફૂટથી વધુ ઊંચાઈએથી પડતા ધોધને લઈને કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. જુઓ વનદેવી નેકલેસ તરીકે ઓળખાતા ગિરમાળ ધોધનો મનમોહક નજારો.