વાઘોડિયાથી વડોદરા રોડ પર અપ અને ડાઉન બે સાઈડ રોડ બનાવવામાં આવ્યો છે.પરંતુ રોડની એક સાઈડ પર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.રોડના એક તરફના ભાગમાં રોડ પર મસમોટા ખાડા પડી જવાથી નાનાથી લઈ મોટા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પારૂલ યુનિવર્સિટીથી લઈ વાઘોડિયા ગામ સુધીના આસરે ચાર કિલોમીટર સુધીના રોડ પર ખાડા જ ખાડા હોવાથી વાહનચાલકોને આ રોડ ઉપરથી પસાર થતાં નવનેજા આવી જાય છે.