અમદાવાદમાં સુભાષ બ્રિજ સહિત શહેરના અનેક બ્રિજની સ્થિતિ ચિંતાજનક.TV9એ જમાલપુર સરદાર બ્રિજનું કર્યું રિયાલિટી ચેક.સરદાર બ્રિજમાં ગાબડાં, લોખંડના સળિયા બહાર દેખાયા..બ્રિજના જોઈન્ટ્સમાં પડેલાં મોટા ગાબડાં અત્યંત ચિંતાજનક. સુભાષ બ્રિજ જોખમી જણાતા.તેને 25 ડિસે. સુધી જાહેર જનતા માટે બંધ કરાયો છે. હકીકત એ છે કે 5 મહિના પહેલાં જ. એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે. બ્રિજનો કેન્ટીલીવર સ્લેબ ખરાબ છે. છતાં તકેદારી ન લેવાઈ. ત્યારે ઈન્સ્પેક્શનમાં પાસ થયેલા શહેરના સરદાર બ્રિજની સ્થિતિ પણ ચિંતાજનક જણાઈ રહી છે. સવાલ એ કે જનતા જાગશે ક્યારે ? એક નાગરિકનો આક્ષેપ છે કે જનતા સવાલ પૂછતી નથી. અને એટલે સરકાર જવાબદારી લેતી નથી ! મુદ્દો એ છે કે બ્રિજની સ્થિતિ અત્યંત જોખમી છે. અને તે સામાન્ય જનતાને નજરોનજર દેખાય છે. પરંતુ, ACમાં બેસતા અધિકારીઓને કે. બ્રિજનું ઈન્સ્પેક્શન કરનારી કમિટીઓના ધ્યાને આ વાત કેમ નહીં આવતી હોય. તે મોટો સવાલ છે. બ્રિજમાં પડેલા નાના ગાબડાનું સમારકામ ન થાય તો તે. મોટા થવાની ભીતિ છે. બ્રિજની બન્ને બાજુના જોઈન્ટ્સમાં પણ ઊંડા ગાબડાં પડેલા છે. ત્યારે સમારકામ માટે. હવે કઈ વાતની રાહ જોવાઈ રહી છે ?