મોરબી સબજેલ ફરી બની ચર્ચાનો વિષય. જેલમાં ફોન પર વાત કરતા કેદીનો વીડિયો વાયરલ થયો... જેલમાં પ્રવેશ પાસેની ઓફિસનો વીડિયો હોવાની ચર્ચા. TV9 વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વીડિયો ક્યારનો છે, કોણે બનાવ્યો તે હાલ જાણી શકાયું નથી. હાલ, આ વીડિયો ક્યારનો છે તેની જાણ નથી થઇ. આરોપી ઇમરાન સબીબી કાચા કામનો કેદી છે. જે હત્યાના કેસમાં વર્ષ 2022થી જેલમાં છે. ત્યારે, વાયરલ વીડિયો મામલે તપાસ કરીને સ્ટાફ, કર્મચારી અને કેદીઓમાં જે દોષિત હશે. તેની સામે કાર્યવાહી કરવાની વાત જેલરે કરી છે. આપને જણાવી દઇએ, એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આરોપી ફોનમાં કોઇ સાથે વાત કરતો હોવાનું દેખાય છે. જેને લઇ મોરબી જેલ તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા છે.