આ વાત ગોંડલના રીબડા ચોકડીની છે. જ્યાં સૂતેલી એક મહિલા પર કાર ફરી વળી. પાણીના પરબ પાસે સુતેલી મહિલા પર કાર ફરી વળી હતી.અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ ગયો. તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું. મૃતક મહિલા બે-ત્રણ દિવસથી અહીં જ પાણીની પરબ પાસે સૂઈ રહેતા હતા.આશરે 50 વર્ષની ઉંમરના મહિલાનું કરુણ મોત થયું.