અમદાવાદના વિશાલાથી નારોલ જતો સાબરમતી નદી પરનો બ્રિજ બંધ કરવામાં આવશે. આગામી મહિનાના બીજા સપ્તાહથી બ્રિજને બંધ રખાશે. બ્રિજના સમારકામને લઇ આ નિર્ણય લેવાયો છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી સમારકામ શરૂ થાય તેવો અંદાજ છે. સમારકામને લઇ લગભગ બેથી ત્રણ મહિના કે તેથી વધુ સમય સુધી વિશાલા બ્રિજ બંધ રહી શકે છે. તો બીજી તરફ તંત્રના આ નિર્ણયને વાહનચાલકો આવકારી રહ્યાં છે.